સુરત જિલ્લાનાં ઓલપાડ દરિયાઈ કાંઠાના ડભારી ગામે રહેતા બે લિસ્ટેડ બુટલેગરોના ઘરે પોલીસે ત્રાટકી રૂપિયા ૧.૩૮ લાખની કિંમતનો દેશી દારૂ તથા રૂ.૧,૨૦,૫૫૦/-ની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બંન્ને બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ, ઓલપાડના કાંઠાના ગામોમાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ડભારી ગામમાં પોલીસની એક જ રેડમાં બે ઘરોમાંથી મોટાપાયે દારૂનો જથ્થો ઝડપાયો હતો જે તેનો પુરાવો છે. ગત
તારીખ ૦૨ નારોજ સાંજે ઓલપાડ પોલીસની ટીમ તાલુકાની દરિયાઈ કાંઠાપટ્ટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી મળેલી બાતમીનાં આધારે પોલીસની ટીમે સાંજે ૭:૩૦ વાગ્યે કાંઠાના ડભારી ગામે તળાવ ફળીયામાં રહેતા લક્ષ્મણ ગોવનભાઈ પટેલના ઘરે રેઇડ કરી હતી. ત્યાં બુટલેગરના ઘરની પાછળના વાડાના ભાગે પાર્ક કરેલ મારૂતિ વાનમાંથી કુલ ૬૯૦ લિટર દેશી દારૂ કિંમત રૂ.૧.૩૮ લાખ મળી આવ્યો હતો. આ રેઈડ દરમ્યાન બુટલેગર કાંતિ છગન પટેલે ઘરના વાડાની ખુલ્લી જગ્યામાં સંતાડેલી રૂપિયા ૧,૨૦,૫૫૦/-ની કિંમતની ઈગ્લીશ દારૂ અને બિયરના ટીન મળી કુલ ૫૩૪ નાની-મોટી બોટલો મળી આવતાં પોલીસે કબજે લીધી હતી આ રેઈડ સમયે બંને લિસ્ટેડ બુટલેગરો સ્થળ ઉપર હાજર ન હોવાથી વોન્ટેડ જાહેર કર્યા હતાં. આમ, પોલીસે દારૂ અને મારૂતિ વાન કિંમત રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૦૮,૫૫૦/-નો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500