વલસાડ પોલીસ અધિક્ષક અને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા ખાસ અભિયાનમાં શનિવારે બપોરે ૧૨ વાગ્યે પારડીમાં દમણીઝાપા ઓવરબ્રિજ આસપાસ વોચ રખાઈ હતી. તે દરમિયાન ઓવર બ્રિજ નીચેથી પસાર થતી મારુતી સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારને અટકાવી તેમાં તપાસ કરાતા ૧૯૩.૪૪૦ લીટર દારૂ મળી આવ્યો હતો.
આ સાથે જ પોલીસે કાર ચાલક પ્રવિણકુમાર ઉર્ફે લાલો કાંતિભાઈ પંચાલ (રહે.વાપી, છીરી ગામ, કંચન નગર)ની ધરપકડ કરવામાં આવી હતી. આમ, પોલીસને કારમાંથી પાછળની સીટ નીચે અને ડિકીમાંથી વ્હિસ્કી અને બિયરના ૧,૦૩૨ બાટલી અને ટીન મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો મોટી દમણના ચિંતન પટેલ દ્વારા કારમાં ભરાવાયો હતો અને ટાંકલ, રહેતા મહેશ પટેલને પહોંચાડવાનો હતો. આ બંને આરોપીઓ હાલ ફરાર છે જયારે જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ.૩ લાખની કાર અને રૂપિયા ૧,૪૨,૮૦૦નો દારૂનો જથ્થો તથા એક નંગ મોબાઈલ ફોન અને કારના નંબર પ્લેટ સહિત કુલ રૂ.૪,૪૩,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500