કુકરમુંડા તાલુકાના સાતોલા ગામમાં તાપી નદી કિનારે રેતી ઉલેચવાની કામગીરી કરતા જે.સી.બી.નો કાઉન્ટર વેટ વાળો હિસ્સો ટ્રકનું ફાલકુ બંધ કરતા યુવકનાં માથામાં ભટકાતા તેમજ કાઉન્ટર વેટ અને ફાલકાની વચ્ચે કચડાઈ ગયેલા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
તારીખ ૩ નારોજ તાપી નદીના કિનારે ઈટાચી મશીન એટલે કે જે.સી.બી. ચલાવતા મંજીતકુમાર ટુનટુન રાવત (રહે.સાગર મડીયા, પો.પુર્વે ચંપારણ, તા.પીપરા, થાના.જિ.મતિહારી, બિહાર)એ મશીન ફેરવતા યુવકને અડફેટમાં લીધો હતો. જોકે નંદકિશોર રાજારામ આત્મજ (રહે.જમરેહી તીર, ભીલીડાડા, તા.જી.હમીરપુર, યુ.પી.)એ ટ્રકનું ફાલકું બંધ કરી રહ્યો હતો. તે દરમિયાન હીટાચી મશીન એટલે કે જે.સી.બી.નો કાઉન્ટર વેટ વાળો હિસ્સો નંદકિશોરનાં માથાનાં ભાગે અથડાયો હતો. જેથી તેનું માથું કાઉન્ટર વેટ અને ફાલકાની વચ્ચે કચડાઈ જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આમ, ઈટાચી મશીનના ચાલક મંજીતકુમાર સામે કુકરમુંડા પોલીસ મથકે કિશોર ઉર્ફે પિન્ટુ શ્યામબાબુ નિશાદએ ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500