વલસાડના સરોધી ગામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ૨ વર્ષ અગાઉ નોંધાયેલા મારામારીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ૨ વર્ષથી વોન્ટેડ આરોપીને જિલ્લા પોલીસની એસઓજીની ટીમે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ, વલસાડના સરોધી હાઈવે પર મંડપ નાખી કેરીનો વેપાર કરતા ચાંદબાબુ રાઈને બે વર્ષ અગાઉ પાડોશમાં કેરીના મંડપમાં વેપાર કરતા મુંબઈના વાસી વિસ્તારના અફસરખાન નામના વેપારીને રૂ.૪૨ હજારની કિંમતની કેરીઓનું વેચાણ કર્યું હતું.
જે નાણાં ચૂકવવા બાબતે બંને વેપારીઓ વચ્ચે ગત તારીખ ૦૩-૦૫-૨૩ નારોજ તકરાર થઈ હતી. જે બાબતની અદાવત રાખી કેરીના નાણાં નહિ ચૂકવનાર અફસરખાન સહિતના તેના સાગરીતોએ નાણાંની માંગણી કરનાર ચંદબાબુના મંડપમાં કામ કરતા મજૂર મોહંમદ નસીમ રાઈન અને તેને બચાવવા દોડી ગયેલા બકરી દીરાઈનને લાકડાના ડંડા વડે માર મારી ધમકી આપી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપી સોહેલ કુતુબુલ અહમદ મનીહાર (રહે.ગોલાપુર, તા.પટ્ટી, જિ. પ્રતાપગઢ) ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. દરમિયાન આ આરોપી સરોધી હાઈવેના મંડપ પાસે હાજર હોવાની બાતમી એસ.ઓ.જી.નાં પી.આઈ.ને મળી હતી. જે બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડી તેનો કબજો વલસાડ રૂરલ પોલીસને સોંપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application