ગત રાત્રે ભારતીય સેનાએ (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર રોકેટમારો કરીને પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના મળીનેકુલ 9 ઠેકાણાઓ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા.
ભારતની આ કર્યવાહીને પગલે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે, ખાસ કરીને આતંકવાદના આકાઓ થરથર કાંપી રહ્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોના વડાઓ હાલ સુરક્ષિત સ્થાનોએ છુપાઈ ગયા છે.ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના 9 ઠેકાણા બરબાદ થઇ જતાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલાને કેટલું નુકશાન પહોંચ્યું છે એના પર નજર કરીએ
1-લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba): ઓપરેશન સિંદૂર હેઠળ હેઠળ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ મહત્વપૂર્ણ ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા છે. આ ઠેકાણા મુરીદકે, સવાઈ નાલ્લા અને મરકઝ અહલે હદીસ (બરનાલા)માં આવેલા હતાં.
લશ્કર-એ-તૈયબાનો વાડો હાફિઝ મુહમ્મદ સઈદ (Hafiz Saeed) 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે, હવે તેને મોટો ફટકો પડ્યો છે. મુરીદકે કેમ્પ, જે લશ્કરનું પ્લાનિંગ અને લશ્કરી કેન્દ્ર હતું, તે આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 30 કિમી દૂર હતું. બરનાલા અને સવાઈ નાલાના ઠેકાણાઓમાં આતંકવાદીઓને શસ્ત્રો, ડ્રોન અને IED ની તાલીમ આપવામાં આવી હતી. હવે હાફિઝ સઈદનું નેટવર્ક સંપૂર્ણપણે વિખેરાઈ ગયું છે.
2-જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed): આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને પણ ભારતના હુમલાથી મોટો ફટકો પડ્યો છે. જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર મુખ્યાલય, સરજલ, બિલાલ કેમ્પ અને કોટલીમાં લોન્ચપેડનો નાશ કરવામાં આવ્યો. જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર(Masood Azhar) છે, જે પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. બહાવલપુર, જે જૈશ-એ-મોહમ્મદનું સૌથી મોટું ઓપરેશનલ હબ હતું, તે આંતરરાષ્ટ્રીય સરહદથી 100 કિમી દૂર સ્થિત હતું. તે હવે સંપૂર્ણપણે નાશ પામ્યું છે. હવે મસૂદ અઝહરની ભરતી અને આત્મઘાતી હુમલાની યોજનાઓ અટકી પડશે. અહેવાલ મુજબ આ સંગઠનની ક્ષમતામાં 70%નો ઘટાડો થયો છે. ભારત દ્વારા કરવામાં આવેલા હુમલામાં મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે.
3-હિઝબુલ મુજાહિદ્દીન (Hizb-ul-Mujahidin): આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના કોટલી, મેહમૂના ઝોયા (સિયાલકોટ) અને રાહિલ શહીદ કેમ્પના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે જવાબદાર હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાહુદ્દીન(Syed Salahuddin)ને ફટકો પડ્યો છે. ઓપરેશન સિંદુર બાદ સંગઠનની કમર તૂટી ગઈ છે. હિઝબુલ મુજાહિદ્દીના મોટાભાગના ઠેકાણા LoC માત્ર 10-15 કિમી દૂર હતા, જેના કારણે સરહદ પારથી થતી ઘૂસણખોરી અટકી જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500