આણંદ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન વરસાદ ખાબકતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તાકીદે કાર્યરત થઈ વિવિધ વિભાગો સાથે સંકલન કરી ટીમો બનાવી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધરાશાયી થયેલાં ૬૭ જેટલા વૃક્ષોને દુર કરી રસ્તાઓને અવરજવર માટે ખુલ્લા કરવામાં આવ્યાં હતાં.
આણંદ જિલ્લામાં ગતરોજ હવામાનમાં અચાનક પલટો આવતા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળોએ રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશાયી તેમજ વીજ પોલ નમી જતાં ખાના ખરાબી સર્જાઈ હતી. લોકોને અવરજવાર કરવામાં પરેશાની વેઠવી પડી હતી. જેને લઈ આણંદ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ, ફાયર વિભાગ, વન વિભાગ, વીજ કંપની સાથે સંકલન કરી ટીમો બનાવી આણંદ જિલ્લા તથા વિવિધ તાલુકાઓમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આણંદ જિલ્લામાં કુલ ૬૭ જેટલા ધરાશાયી થયેલા વૃક્ષોને તાત્કાલીક ધોરણે દૂર કરી વાહન વ્યવહાર માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application