Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

  • May 04, 2025 

આણંદ પાસેના કરમસદ ખાતે રહેતી અને મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ અમદાવાદની અને હાલ આણંદ પાસેના કરમસદ ગામે ગણેશ રેસીડેન્સીમાં ભાડેથી ફ્લેટ રાખી રહેતી રોશની દેસાઈ (ઉં.વ.૨૭) મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે કોઈ અગમ્ય કારણોસર તેણીએ પોતાની રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.


જેની સાથે યુવતીના લગ્ન થવાના હતા તે યુવકે અવારનવાર તેણીને ફોન કર્યા હતા પરંતુ સામેથી કોઈ જવાબ ન મળતા આખરે યુવક કરમસદ ખાતે પહોંચ્યો હતો અને બીજી ચાવી મંગાવી ફ્લેટ ખોલતા યુવતી પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળી હતી. વિદ્યાનગર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવતીની લાશને નીચે ઉતારી પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી એમએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને યુવતીના પિતા નિવૃત્ત આર્મીમેન હતા. તેણી પર્સનલ લોન માટે પ્રયત્નો કરતી હતી. જોકે આપઘાત કરવા પાછળનું સચોટ કારણ હજી સુધી જાણી શકાયું નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application