બીલીમોરા નજીક વલોટી ખાતે આવેલ બેન્સોમાં મજુરી કામ કરતા મેઘાલયના મુનુશ જગધીશ સંગમા (મુળ રહે.બોનબાનગા, મહેન્દ્રગંજ જીજક સાઉથ વેસ્ટ ગારો હિલ્સ, રાજય મેઘાલય, હાલ રહે.વલોટી ભીમજીભાઈ નારણભાઈ પટેલના વિષ્ણુ ટિમ્બર)એ કોઈ અગમય કારણસર વિષ્ણુ ટીમ્બરના પાછળના ભાગે આવેલ દિપકભાઈ અમૃતલાલ વશીની ચીકુની વાડીમાં છેડા ઉપર ઝાડી ઝાંખરાંમાં આંબલીના ઝાડ સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંપાવ્યું હતું. જેની ખબર વલસાડ ખાતે મજૂરી કામ કરતા મૃતકના ભાઈ-બહેન પૈકી પનબ જગધીશ સંગમા (મુળ રહે.કલાકુટ ફોરેસ્ટ બુસ્ટી, ઉત્તર પનીયલગુરી, અલીપુરદુઅર, પશ્ચિમ બંગાળ, હાલ રહે.જીઆઇડીસી, ગુંદલાવ, વલસાડ)એ પોલીસને જાણ કરી હતી જે અંગે બીલીમોરા પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500