ભરૂચનાં અંકલેશ્વર તાલુકાનાં બોઈદ્રા ગામની સીમમાં હાઈટેન્શન લાઈનના ટાવરની ચાલતી કામગીરી દરમ્યાન ખેતરમાં મુકેલા ૩ લાખના સામાન થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે નવા પુન ગામના ૬ ઈસમોને ઝડપી પાડી તેઓ પાસેથી પ્લેટ અને નટબોલ્ટ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરવા આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઈનના ટાવરની કામગીરી ચાલી રહી છે. ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મુક્યો હતો જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટ બોલ્ટની તસ્કરો ચોરી કરી ગયા હતા જે અંગે પાવર લાઈન પ્રોજેકટના કર્મચારી સંજીતસિંહે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રૂપિયા ૩ લાખના નટ બોલ્ટ અને લોખંડની પ્લેટો સહીતના સામાનની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application