પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે લઈ લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન તથા પીઓકેમાં આતંકીઓના નવ ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં ચાર અને પીઓકેમાં પાંચ સ્થળને ટાર્ગેટ કર્યા હતા. ભારતની ગુપ્તચર એજન્સી રૉએ સ્થળ નક્કી કર્યા બાદ હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નિશાન બનવવામાં આવેલા સ્થળ આંતરરાષ્ટ્રીય બોર્ડરથી કેટલા દૂર છે
- બહાવલપુરઃ આંતરરાષ્ટ્રીય સરહદથી આશરે 100 કિમી દૂર છે. જૈશ-એ-મોહમ્મદનું હેડ ક્વાર્ટર છે. જેને ભારતીય સેનાએ ધ્વસ્ત કર્યું છે.
- મુરીદકેઃ આ આતંકી સ્થળ ઈન્ટરનેશનલ બોર્ડરથી 30 કિમી દૂર છે. લશ્કર-એ-તૈયબાની શિબિર હતી.
- ગુલપુરઃ આ આતંકી સ્થળ એલઓસી (પૂંછ-રાજૌરી)થી 35 કિમી દૂર છે.
- લશ્કર કેમ્પ સવાઈઃ આ આતંકી સ્થળ પીઓકે તંગધાર સેક્ટરની અંદર 30 કિમી દૂર છે.
- બિલાલ કેમ્પઃ જૈશ એ મોહમ્મદનું લોન્ચ પેડ છે. આ સ્થળનો ઉપયોગ આતંકીઓને સરહદ પાર મોકલવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
- કોટલીઃ એલઓસીથી 15 કિમી દૂર લશ્કરની શિબિ છે. અહીંયા 50થી વધુ આતંકીઓની ક્ષમતાવાળું ઠેકાણું હતું.
- બરનાલા કેમ્પઃ આ આતંકી સ્થળ એલઓસીથી 10 કિમી દૂર હતું.
- સરજાલ કેમ્પઃ સાંબા કઠુઆ સામે ઈન્ટરનેશ બોર્ડરથી 8 કિમી દૂર સ્થિત જૈશનું ટ્રેનિંગ સેન્ટર હતું.
- મેહમૂના કેમ્પઃ સિયાલકોટ નજીક આવેલું આ સ્થળ હિઝબુલ મુઝાહિદ્દીનનું ટ્રેનિંગ સેન્ટર હતું અને ઈન્ટરનેશનલ બોર્ડરથી 15 કિમીના અંતરે હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application