નર્મદા જિલ્લામાં બે અલગ અલગ તાલુકામાં એક યુવાન અને આધેડનો મોત થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ગરુડેશ્વર તાલુકાના ગડોદ ગામમાં રહેતા નિતીનભાઈ ઉક્કડભાઈ તડવી (ઉ.વ.૩૦) નાઓ તારીખ ૨૪/૦૪/૨૦૨૫ નારોજ ગડોદ ગામના ખેતરમાં કોઈ કારણોસર દવા પી લેતા તેમને રાજપીપલા સિવિલ હોસ્પિટલ બાદ ત્યાંથી રિફર કરતા S.S.G (હોસ્પીટલ) વડોદરા લઈ જવાયા હતા જ્યાં બીજા દિવસે સારવાર દરમિયાન તેમનું મોત થતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે. જ્યારે બીજા બનાવમાં મરનાર છીતાભાઈ જીવણભાઈ વણકર (ઉ.વ.આસહારે ૬૦., રહે.વણકરવાસ બુજેઠા, તા.તિલકવાડા, જી. નર્મદા) તારીખ ૧લીના રોજ બુજેઠા ગામની સિમામા બુજેઠાથી તળાવપુરા ગામ જવાના રોડની પાસે ઝુપડાની બાજુમાં મૃત હાલતમાં ડીકંપોઝ હાલતમાં મૃતદેહ મળતા તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application