Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીનાં ચણોદ ખાતેથી એક ઈસમ ગાંજાના જથ્થા સાથે પકડાયો

  • May 03, 2025 

વાપીનાં ચણોદના બાલકૃષ્ણ એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટમાં રહેતા ઈસમ દ્વારા છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વાહનોમાં મોટાપાયે ગાંજાના જથ્થાની હેરાફેરી થતી હતી. હાલમાં આ અંગેની બાતમી મળતા એસઓજીએ રેઈડ કરીને ૪,૪૨,૨૨૦/- કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. આ સાથે જ એક બાઈક તેમજ એક ઓકટેવિયા કાર પણ પોલીસે કબજે લઈ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. એસઓજીને મળેલી બાતમીના આધારે ચણોદમાં આવેલા શ્રી બાલકૃષ્ણ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર ૨૦૨માં રહેતા રામ અવતાર અંતુસાવ ગુપ્તાને ત્યાં રેઈડ કરવામાં આવી હતી.


આ સમયે બે વાદળી રંગના પ્લાસ્ટિકના ડુમમાં રખાયેલો ૪૪ કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત ૪.૪૨ લાખ થતી હતી. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી ૧.૧૮ લાખ રોકડા, ૧૦ લાખની સ્કોડા ઓક્ટાવિયા કાર, ૪૦ હજારની કિંમતની બાઈક અને પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૩.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી રામ અવતારની પુછપરછમાં બહાર આવ્યું કે, મુખ્ય આરોપી રામઅવતાર અંતુસાવ ગુપ્તાએ ઓડિશાના શંકર સ્વાઈન પાસેથી ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. માલ પહોંચાડનાર ડ્રાઈવર હજુ ફરાર છે. વલસાડ એફએસએલની ટીમે સ્થળ પર તપાસ કરી જપ્ત પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ કરી છે. આરોપી છેલ્લા બે વર્ષથી આ ફ્લેટમાંથી નશીલા પદાર્થોની હેરફેર કરતો હતો તેમજ વાપી, સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં ગાંજો સપ્લાય કરતો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application