તાપી જિલ્લામાં બહુચર્ચિત દુષ્કર્મ અને ઉચાપતના પ્રકરણમાં આખરે કોર્ટના હુકમ બાદ ડો.શૈલેન્દ્ર ગામીત સામે વ્યારા પોલીસે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે,આ વિકૃત માનસિકતા વાળો ડોકટર ડો.શૈલેન્દ્ર ગામીતે યુવતી પાસે ગૃપ સેક્સની પણ ડીમાંડ કરી હતી સાથે જ કોઈ રીતેશ નામના વ્યક્તિ સાથે પણ શરીરસુખ માણવા યુવતીને મજબુર કરતો હોવાનું જણવા મળ્યું છે,જોકે પોલીસ આ મામલે કઈ દિશા તપાસ હાથ ધરે છે તે જોવું રહ્યું.
યુવતીઓએ ગત તા.૨૯મી જુન નારોજ ફરિયાદ પોલીસમાં આપી હતી
તાપી જિલ્લાની નામચીન હોસ્પિટલના સંચાલક ડો.શૈલેન્દ્ર ગામીત (રહે.પરિશ્રમ હાઈટ્સ ગોલવાડ વ્યારા) પર તેની જ હોસ્પિટલમાં કામ કરતી બે યુવતીઓએ આરોપ લગાડ્યો હતો એક યુવતીએ છેડતીની ફરિયાદ આપી હતી જયારે બીજી યુવતીએ તેના પર દુષ્કર્મનો આરોપ લગાડ્યા છે,આ મામલે બે યુવતીઓએ ગત તા.૨૯મી જુન નારોજ ફરિયાદ પોલીસમાં આપી હતી.જોકે તે સમયે પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી નહતી.
યુવતીએ તેણીની પાસે ગ્રુપ સેક્સની માંગણી કર્યો હોવાનું પણ જણાવ્યું
યુવતીઓએ જિલ્લા પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપી હતી કે ડો.શૈલેન્દ્ર ગામીતે વારંવાર બળાત્કાર ગુજાર્યો છે.જાન્યુઆરી ૨૦૨૩થી આ દુષ્કર્મનો કિસ્સો શરૂ થયો.તે વારંવાર યુવતી ને હોસ્પિટલના ડિલક્ષ રૂમમાં બોલાવી અને જબરજસ્તી દુષ્કર્મ આચરતો હતો. ફરિયાદમાં યુવતીએ તેણીની પાસે ગ્રુપ સેક્સની માંગણી કર્યો હોવાનું પણ જણાવ્યું છે.વારંવાર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય હોસ્પિટલમાં અને અન્ય સ્થળે કર્યો હોવાનો યુવતી ન ગંભીર આક્ષેપ કરાયો છે. ત્યારે ડો.શૈલેન્દ્ર યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હોય તેથી યુવતીને ફરિયાદ કરવામાં વિલંબ થયો હોવાનું પણ જણાવ્યું છે.ત્યારે યુવતીએ પોલીસ ને વોટ્સઅપ ચેટ તેમજ બીભત્સ મેસેજ અને વારંવાર સેકસની માંગણીની માહિતી પણ આપી છે.એટલું જ નહીં ટેક્ષના નાણાં બચાવવા ડો.શૈલેન્દ્ર દર્દીઓના ઈલાજના નાણાં આ યુવતીના ખાતામાં જમા કરાવતો હતો.યુવતીઓએ પોલીસમાં ફરિયાદ આપી ત્યાર બાદ મીડિયામાં સમાચારો વહેતા થતા જ વ્યારા પોલીસ દોડતી થઇ હતી.
પોલીસ દ્વારા એફઆઇઆર ન નોંધવામાં આવતા પીડિત બંને યુવતીઓ કોર્ટના સરણે પહોંચી
આ દરમિયાન તા.૮મી જુલાઈ નારોજ ડો.શૈલેન્દ્રની પત્ની હેમાંગનીએ યુવતીઓએ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમ્યાન હોસ્પિટલ અને પેથો કેર લેબોરેટીમાં માંથી ૪૪,૩૧,૪૬૫ રૂ.ની ઉચાપત કરી હોવાની આપેલી ફરિયાદના આધારે બંને યુવતીઓ વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.વધુમાં ૨૦૧૯ થી ૨૦૨૪ દરમ્યાન યુવતીઓએ કુલ ૩,૬૭,૪૬,૭૪૮ રૂ. ની ઉચાપત કરી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આપને અહીં જણાવી દઈએ છીએકે,પોલીસે યુવતીઓએ આપેલી છેડતી અને દુષ્કર્મની ફરિયાદો નહિ નોંધી ડો.શૈલેન્દ્ર પત્નીની યુવતીઓએ ઉચાપત કરી હોવાની એફઆઇઆર કરતા પંથકમાં ચકચાર મચી હતી.દરમિયાન પોલીસ દ્વારા દુષ્કર્મ અને છેડતીની એફઆઇઆર ન નોંધવામાં આવતા પીડિત બંને યુવતીઓ કોર્ટના સરણે પહોંચી હતી.
આખરે કોર્ટના હુકમ બાદ ડો.શૈલેન્દ્ર ગામીત સામે વ્યારા પોલીસે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી
આ મામલે તા.૧૦મી જુલાઈ નારોજ મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિત યુવતીઓના વકીલે ધારદાર દલીલો કોર્ટે તા.૧૧મી જુલાઈ નારોજ પોતાનો હુકમ કરતા નોંધ્યું હતું કે, જો કોઈ કોગ્નીઝીબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનએ ફરીયાદી આપે તો, પોલીસે તે ગુના સબબની ફરિયાદ નોંધવી જ જોઈએ.તેમજ સદર ગુનાની પ્રથમ સત્યતા કે ખરાઈ ચકાસણી કરવાની પોલીસને કોઈ વિવેકાધીન અધિકાર નથી.આથી વ્યારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને હુકમ કરવામાં આવે છેકે,બંને પીડિતોઓએ વ્યારા પોલીસમાં આપેલ તા.૨૯મી જુન ૨૦૨૪ ની અરજી/ફરિયાદમાં જણાવેલ આક્ષેપો/હકીકત સબબની ફરિયાદ નોંધવા હુકમ કરવામાં આવતા તાપી જિલ્લા પોલીસબેડામાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.આખરે કોર્ટના હુકમ બાદ ડો.શૈલેન્દ્ર ગામીત સામે વ્યારા પોલીસે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે,વ્યારા પોલીસ દ્વારા તા.૧૨મી જુલાઈ નારોજ ડો.શૈલેન્દ્ર ગામીત સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500