Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરમાં કાર અડફેટે આવતાં આધેડનું મોત નિપજ્યું

  • May 01, 2025 

અંકલેશ્વર ખાતેનાં ગોલ્ડન પોઈન્ટ ખાતે રહેતા નીરવ રજની વઘાસિયા સાથે મનુબર ચોકડીથી શબ્બીર અહમદ ઉભરાટદાર પણ બસમાં બેઠા હતા. જયારે સાંજે નોકરી પુર્ણ થતા તેઓ પરત આવવા માટે પુનઃ તેમની બસમાં બેઠા હતા. દરમ્યાન શબ્બીરને ધ્યાનમાં આવ્યુ હતુ કે, તેઓ તેમનો મોબાઈલ ભુલી ગયા છે જેથી તેમણે બસ ઉભી રખાવી ગેટ પર પોતાનો મોબાઈલ લેવા જઈ રહ્યા હતા. તે સમયે એક કારના ચાલકે શબ્બીરભાઈને ટક્કર મારતા તેમને ગંભીર ઈજાઓ થતાં તેમને પ્રાઈવેટ કારમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તબીબે તપાસ કરતા તેમના માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું મોત નિપજયુ હોવાનું જણાવ્યુ હતુ. બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application